Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

RBIએ આ આઠ બેન્કો વિરુદ્વ કરી આકરી કાર્યવાહી, 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેન્કે આઠ સહકારી બેન્કો સામે આકરી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો છે. RBIએ નિવેદન જારી કરીને આ કાર્યવાહી અંગે જણાવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે, તમામ બેન્કોએ નિયમોનું પાલન કરવામાં દર્શાવેલી બેદરકારીને લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઇએ કહ્યું કે તેનો આ બેન્કોના ગ્રાહકોની સાથે કરવામાં આવેલી લેણ-દેણ અથવા કોઇ અન્ય સમજૂતિની યોગ્યતા પર સવાલ ઉઠાવવાનો કોઇ હેતુ નથી.આ બેન્કોને દંડ ફટકારાયોઆંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ સહકારી બેન્કને સંપત્તી વર્ગીકરણ જોગવાઇ અને આવાસ યોજનાઓ માટે નાણાકીયથી સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. નેલ્લોર કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ તેમજ કાકીનાડા કો-ઓપરેટિવ ટાઉન બેન્ક લિમિટેડ પર પણ 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રપાડા શહેરી સરકારી બેન્ક પર 1 લાખ રૂપિયા તેમજ રાષ્ટ્રીય શહેરી સહકારી બેન્ક લિમિટેડ, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.તે ઉપરાંત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ કર્મચારી સહકારી બેન્ક, તમિલનાડુ પર 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓટ્ટાપલમ કો-ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ પર 5 લાખ રૂપિયા તેમજ દારુસલામ સહકારી શહેરી બેન્ક, હૈદરાબાદ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.પહેલા પણ આરબીઆઇ કાર્યવાહી કરી ચૂક્યું છેજણાવી દઇએ કે આ મહિનાની શરૂઆતમાં પણ રિઝર્વ બેન્કે આઠ બેન્ક પર દંડ ફટકાર્યો હતો. તેમાં છત્તીસગઢ રાજ્ય સહકારી બેન્ક, ગોવા રાજ્ય સહકારી બેન્ક, ગઢા સહકારી બેન્ક, યવતમાલ શહેરી બેન્ક, જીલ્લા સહકારી કેન્દ્રીય બેન્ક, વરુદ શહેરી સહકારી બેન્ક, ઇંદાપુર શહેરી સહકારી બેન્ક અને મહેસાણા અર્બન-કો-ઓપરેટિવ બેન્ક સામેલ છે. આ આઠ બેન્કો ઉપર 1 લાખ રૂપિયાથી લઇને 40 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: