Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ઢબ્બાવાળા માતાજીનાં નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ

  • હૈયે હૈયું ભીંજાય એવી ભાવિક ભક્તોની ભીડ જામી, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ સાંચોર તાલુકાનાં ખહારવી ધામ ખાતે આવેલ શ્રી ઢબ્બાવાળા માતાજીનાં નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તા.2/5/2022થી તા.6/5/2022 પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખ્ખો શ્રદ્ધાળુઓનાં આસ્થાનાં પ્રતિક સમાન માતાજીનું લાખ્ખો રૂપિયાનાં ખર્ચે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે.વૈશાખ સુદ બીજને સોમવારે દશવિધ સ્નાન,પ્રાયશ્ચિત હવન,હેમાડ્રિ સંકલ્પ,જળયાત્રા, શોભાયાત્રા (ધારાવાડી),ધાન્યધિવાસ,મંડપ પૂજન,મંડપ પ્રવેશ, ગણપતિ દેવતા આહવાહન,સ્થાપના ,પૂજન,પ્રધાન દેવતા, સ્થાપના-પૂજન,સાંય પૂજન આરતી બીજા દિવસે શતચંડી હવન,મહાયજ્ઞ,,ત્રીજા દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજન અને હવન,ચોથા દિવસે શીખરાભિષેક, મહાસ્નાન, પાંચમા દિવસે પ્રસાદવાસ્તુ શાંતિ પુષ્ટિ યજ્ઞ અને 12.15 કલાકે અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.દરેક દીવસે ભવ્ય સંતવાણી ડાયરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજસ્થાન ના રાજકિય અગ્રણી સસાદ દેવજીભાઈ પટેલ,દાના ભાઈ પટેલ, કલાકારો જોગભારતીજી, શ્યામ પાલીવાલ, એન્ડ પાર્ટી, ગીતા ગોસ્વામી દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: