Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

પાટણના વેપારીને શંખેશ્વર માં મકાન લેવું મોંઘુ પડ્યુ, 7 લાખ બાનું લીધા બાદ શખ્સે દસ્તાવેજ ન કરી આપ્યો

પાટણમાં રહેતા અને મૂળ શંખેશ્વર તાલુકાનાં મોટીચંદુરનાં વતની દિનેશભાઇ ડાહ્યાભાઈ રતવી સાથે શંખેશ્વરના શખ્સે 7 છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઇ છે. શખ્સે પોતાનું મકાન વેચવાનુ જણાવીને 7 લાખનું બાનું લીધુ હતું અને મકાનનો દસ્તાવેજ ત્રણ મહિનામાં કરી આપવા જણાવ્યા પછી આજ દિન સુધી દસ્તાવેજ નહીં કરી આપી કે બાનાખતનાં લીધેલા રૂ. 7 લાખ પરત ન આપીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણનાં માર્કેટયાર્ડની સામે આવેલી રાજેશ્રી સોસાયટીમાં રહેતા મૂળ શંખેશ્વરનાં મોટી ચંદુરનાં રહિશ દિનેશભાઇ રતવી તેમના સમાજનાં અજીત કુંભાર (રહે. શંખેશ્વર મૂળ રે. દસાડા સુરેન્દ્રનગર)નાં એરવાડાનાં કે જેઓ શંખેશ્વરમાં તેલનો વેપાર કરે છે. તેમની સાથે ઓળખાણ થઇ હતી. જેથી દિનેશભાઇએ અજીતને પોતાને શંખેશ્વરમાં સારૂ મકાન મળે તો લેવાની વાત કરતાં અજીતે તેનું શંખેશ્વરનું સોસાયટીનું મકાન વેચવાનું છે તેમ કહેતાં 15 લાખમાં મકાન વેચવાનું નક્કી કરીને તેનાં બાનાખત પેટે રૂા. 7 લાખ રોકડા દિનેશભાઇએ અજીતભાઇને તા. 14-3-22નાં રોજ આપ્યા હતા અને તેનું બાનાખત કર્યું હતું ત્રણ મહિનામાં મકાનનો દસ્તાવેજ કરવાનું જણાવ્યું હતું.

બાદમાં દિનેશભાઇએ બાકી રહેતા રૂ. 8 લાખ આપવા કહેતાંને દસ્તાવેજ કરી આપવાનું કહેતા અને ત્રણ મહિનાની મુદત વિતી જવા છતાં તેમને વારંવાર કહેવા છતાં અજીતભાઇ દસ્તાવેજ કરી આપતા નહોતા તેથી તેઓને શંકા જતાં દિનેશભાઇએ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતાં આ મકાન તા. 7-9- 2020નાં રોજ અજીતે અન્ય કોઇને વેચાણ આપવા માટે તેની સાથે પણ બાનાખત કરીને રૂ. 19 લાખ લીધેલા છે અને બાનાખતની રજિસ્ટ્રાર કચેરીમાં નોંધ પણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: