Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની મધુવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ

ડીસા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે.અને ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ પદે રાજુભાઇ ઠક્કર સુકાન સાંભળી રહ્યા છે.જેમાં ડીસા શહેરનો વિકાસ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે.પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવી અનેક સોસાયટીઓ આવેલી છે કે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ડીસાના રાણપુર રોડ પર આવેલ મધુવન સોસાયટીની પરિસ્થિતિ કંઈક એવી છે.ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મધુવન સોસાયટીમાં ચારેય બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું.જેના કારણે સ્થાનિક લોકોએ આખી રાત વરસાદી પાણી નીકાળવામાં જ નિકાળવી પડી હતી.તો આ તરફ આ વિસ્તારમાં લાઈટની પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારના લોકોએ રાત્રીના સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે.અગાઉ પણ આ વિસ્તારમાં લાઈટ ન હોવાના કારણે અનેક ચિલઝડપની ઘટના સામે આવી છે.ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ કાયમી સમસ્યાના નિકાલ માટે ડીસા પાલિકા કચેરીથી મુખ્યમંત્રી સુધી રજુવાત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ જ સુવિધા પૂરી પાડવામાં આવી નથી.જેના કારણે આ વિસ્તારના લોકો હાલ ભારે રોષમાં જોવા મળી રહ્યા છે.

એક તરફ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન પ્લાન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચે ડીસા શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પહેલા કામગીરી હાથ ધરવામાં આવે છે.પરંતુ ડીસા શહેરની મધુવન સોસાયટીના લોકો છેલ્લા 4 વર્ષ થી વરસાદી પાણી ન નિકાલ માટે કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે.એક તરફ ગુજરાત સરકાર શહેરી વિસ્તારના વિકાસની વાતો કરી રહી છે.તો બીજી તરફ મધુવન સોસાયટીના લોકો પોતાના વિસ્તારમાં વિકાસ થાય તે માટે 4 વર્ષ થી રાહ જોઈને બેઠા છે.ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે.જેના કારણે આ વિસ્તારના લોકો પોતાના બાળકોને અભ્યાસ અર્થે મુકતા પણ ડરી રહ્યા છે.વરસાદી પાણી ભરાઈ જતા વાહનો પણ આવવા મુશ્કેલ બની ગયા છે.ત્યારે છેલ્લા 4 વર્ષથી લાઈટ.વરસાદી પાણી અને ગટરના કામો તાત્કાલિક કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.ત્યારે જો આગામી સમયમાં વરસાદી પાણીથી કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: