Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

યાત્રાધામ ઐતિહાસિક ઢીમાનું માંદેળુ તળાવ ઓવરફ્લો થયું,ગામમાં વરસાદી પાણી ભરાયું

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વાવ તાલુકામાં ચાર દિવસથી સતત ખાબકેલા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.તો વળી અત્ર,તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે. યાત્રાધામ ઢીમામાં આવેલ ઐતિહાસિક માંદેળા તળાવ બુધવારે મોડી રાત્રે ઓવરફ્લો થયું હતું.ઓવરફ્લો થતાં જ ઢીમા સ્મશાન ભૂમિ નજીક રોડ પર અડધો કિમિ પાણી
રોડ પરથી સતત વહી રહ્યું છે.ગુરુવારે દિવસભર પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો..

યાત્રાધામ ઢીમામાં મેઈન કોઝવે પર આવેલ નાળા નાના હોવાથી પાણી નીકળતું નથી ત્યારે ગ્રામપંચાયત દ્વારા જેસીબી મશીન વડે નાળાની સફાઈ કરવામાં આવી હતી.ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે મળતી માહિતી મુજબ ઢીમામાં મેઈન એપ્રોચ રોડ અને ઢીમા માવસરી રોડ પર બોક્સનાળાનાં અભાવે ગામમાં પાંચ ફૂટ જેટલાં પાણીનો ભરાવો થાય છે.ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં પણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જવા પામ્યું છે.તો વળી યાત્રાધામ ઢીમા નીચાણવાળા વિસ્તારોમાં આવેલ માળીવાસ,ઘાંચીવાસ,ઠાકોરવાસ,બજાણીયાવાસ,ઢેમેચાવાસ,દલિતમાં વરસાદી પાણીને કારણે મકાનોમાં પાંચ ફૂટ પાણી ભરાય છે.ત્યારે યાત્રાધામમાં નવીન બે પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: