Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા માં ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકો અનોખી રીતે રજુઆત

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા,  ની સહાય,  બિનવારસી,  કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય  કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે.આ મામલે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે કંટાળેલા સંચાલકો આજે એક ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને ગૌશાળા અને પાંજરાપોળ ને તાત્કાલિક સહાય ની રકમ ચૂકવવા માં આવે તેવી રજૂઆત કરી હતી. મામલતદાર ને આવેદનપત્ર આપતા સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી સહાય ચુકવવા માટે તાત્કાલિક આયોજન નહીં થાય તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા 80,000 પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: