દિયોદર તાલુકાના પ્રેમનગર ( કોતરવાડા) ગામે પ્રેમનગર દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના મંત્રી પથુજી ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ તેમજ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજના બનાસકાંઠા મારફત વર્ષ ૨૦૨૨/૨૩ કિશાન ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિયોદર તાલુકા બ્લોક ટેકનોલોજી મેનેજર રાજેન્દ્રભાઈ સોલંકી નાગજીભાઈ સુથાર અમરાભાઈ પટેલ ગોરામભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહીને ખેડૂતોને કૃષિ લક્ષી યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને તેના ફાયદાઓ,સરકારી યોજનાઓ તેમજ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમા પ્રેમનગર /કોતરવાડા,નેસડી, ફુલપુરા, ચીભડા,રામપુરા વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી કિશાન લક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું ત્યાર પછી સૌએ સમુહ ભોજન પણ લીધું હતું.
દિયોદર તાલુકાના પ્રેમનગરગામે કિશાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#દિયોદર#દિયોદર ગામડાઓ ના સમાચાર#દિયોદર તાલુકા ના સમાચાર#દિયોદર ના સમાચાર#દિયોદર લોકલ સમાચાર#દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ના બાળકો દ્વારા ફન ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
