Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાની કંશારી પ્રાથમિક શાળામાં બાળકને ઉઠાવી જવાની અફવા ફેલાતા ગામમાં ભય

આજરોજ સવારના સમયમાં કંસારી પ્રાથમિક શાળાના બાળકને શાળામાં આવતા રસ્તામાંથી ઉપાડી જવાની ઘટના કંસારી ગામના એક નાના બાળક દ્વારા જાણવા મળી હતી.જેથી શાળા સંચાલક મંડળ દ્વારા આ અંગે શાળામાં ગેરહાજર બાળકોના વાલીઓને ફોન કરીને તપાસ શરૂવાત કરી હતી.આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામમાં પણ બાળકોને લઈ ભય જોવા મળ્યો હતો.જે બાદ ગામનાં સરપંચ શ્રી,ડેપ્યુટી સરપંચ-ચૌધરી ખેંગારભાઈને આ ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક ડીસા તાલુકાના પોલીસના પી.આઈ એમ.જે..ચૌધરીને જાણ કરી હતી.જેથી આ ઘટનામાં તપાસ માટે પી.આઈ દ્વારા તાત્કાલિક ઝેરડા પોલિસ સ્ટાફ,ના પરેશભાઈ તમેજ પોલીસ સ્ટાફને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તપાસના દોર શરૂ કર્યા હતા.જે બાદ પોલીસ તપાસમાં આવી કોઈ જ ઘટના બની ન હતી તેવું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં SMC કમિટી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ ગામના આગેવાનો, યુવાનમિત્રો વગેરેના સહયોગથી ગેરહાજર બાળકોના વાલીજનો માં સઘન તપાસ કરતાં માલુમ પડ્યું, કે શાળાના દરેક બાળકો સહી સલામત છે… કોઈજ અજુગતી ઘટના બનેલ નથી. પરંતું જે ધોરણ-3 ના બાળકની મીસગાઇડ (અણસમજ)ના કારણે થયું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: