Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

Jio, Airtel અને Vi 5G માટે કરી રહ્યાં છે તૈયારી, પરંતુ BSNL હજુ પણ 4G પર અટવાયું છે, શું કોઈ મોટી ગેમની તૈયારીમાં છે કંપની?

Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea આ વર્ષે 5G નેટવર્ક સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, BSNL હજુ સુધી 4G સેવા પણ શરૂ કરી શકી નથી. આ કારણે આ ટેલિકોમ ઓપરેટર સસ્તા પ્લાન હોવા છતાં સબસ્ક્રાઈબર્સની બાબતમાં ઘણું પાછળ રહી ગયું છે.પાછલા અહેવાલ મુજબ BSNLની 4G સેવા આ વર્ષે 15 ઓગસ્ટે શરૂ થઈ શકે છે. કંપનીએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. 5G સ્પેક્ટ્રમની હરાજી આ મહિને જ થવા જઈ રહી છે. આમાં માત્ર પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જ ભાગ લઈ રહી છે.એટલે કે BSNL હજુ 5G માટે તૈયારી કરી રહ્યું નથી. તે અત્યારે ફક્ત 4G કનેક્ટિવિટી આપવા પર જ કામ કરશે. એક અહેવાલ અનુસાર BSNL શરૂઆતમાં TCS સાથે મળીને 4G કનેક્ટિવિટી શરૂ કરશે જ્યાં આવક વધુ હશે. જો કે 4જી- ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.BSNL હાલ કોઈ હરાજીમાં ભાગ નહીં લે, તે હરાજીમાં એક નિશ્ચિત કિંમત આપશે જેથી જ્યારે પણ તે મિડ-બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને 5G સેવા શરૂ કરવા માંગે, ત્યારે તે કરી શકે.એવું નથી કે કંપની 5G સ્પેક્ટ્રમ લેવા માટે સખત મહેનત કરી રહી નથી. BSNL એ માંગણી કરી છે કે ગ્લોબલાઈઝ્ડ પ્રથા અનુસાર તેને સ્પેક્ટ્રમ પણ મળવું જોઈએ જેથી ડિવાઇસ સંબંધિત ઈકો- સિસ્ટમ જળવાઈ રહે.તમને જણાવી દઈએ કે 5G માટે સમગ્ર વિશ્વમાં ટેલિકોમ ઓપરેટરો દ્વારા માત્ર મિડ-બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. BSNL એ પણ આ બેન્ડ જાહેર કરવું જોઈએ જેથી કંપની માટે 5G સેવાને પછીથી શરૂ કરવી મોંઘી અને મુશ્કેલ ન બને.

BSNLની મોટી ગેમ

પરંતુ હાલ માટે કંપની ફક્ત 4G સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારી રહી છે. એક અહેવાલ જણાવે છે કે BSNL 4G સેવા શરૂ કરશે પરંતુ બિલ્ટ-ઇન 5G કેપેસિટી સાથે. જો આવું થાય છે, તો કંપની સૌથી પહેલા મોટા પાયે 4G સેવા શરૂ કરશે. ત્યાર બાદ ટાવર્સને એક સરળ સોફ્ટવેર અપડેટ દ્વારા 5G પર સ્વિચ કરી શકાય છે. આનો અર્થ એ છે કે 4G સેવા સંપૂર્ણપણે શરૂ થયા પછી, કંપની DoT પાસેથી રિઝર્વ સ્પેક્ટ્રમ લઈને 5G સેવા પર સ્વિચ કરી શકે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: