Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા જીઆઇડીસી વિસ્તારમાં શંકાસ્પદ ધીની ફેક્ટરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું ધુમ વેચાણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આજે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં શંકાસ્પદ ધીની ફેક્ટરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હાસ્ય ફુડ પોડેકસ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ધી બનતું હોવાનું જાગૃત નાગરિકો ને માહિતી મળી હતી જેને લઈને જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી જેના પગલે બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બંધ બારણે તપાસ કરાતાં શંકા કુશંકા ઉપજાવી હતી જ્યારે મિડયાને તપાસથી દુર રાખવામાં આવ્યા હતાં અગાઉ હાસ્ય ફુડ પોડેકસ નામની ફેક્ટરીના માલિક હેપ્પી ધીની ફેક્ટરી ચલાવતા શંકાસ્પદ ધીની ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેનું સેમ્પલ ફેલ આવતાં જિલ્લા અધિક કલેકટર શ્રી દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હાલમાં આજ માલિક દ્વારા હાસ્ય ફુડ પોડેકસ નામની ફેક્ટરી શરું કરવામાં આવી છે જેમાં ગાયનું ઘી બનાવતાં હોવાનું જાણવા મલતા આખરે જાગૃત નાગરિકોની રજુઆતના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે વેપારી દ્વારા આક્ષેપો લગાવ્યા હતા કે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં અનેક ધી ની ફેક્ટરી ઓ ધમધમી રહી છે ત્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી …

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: