ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે અને દિવસના સમય દરમિયાન પશુઓ વચ્ચે આવવાના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા તાલુકાના વીરુણા ગામ પાસે સર્જાયો હતો જેમાં ડીસા તાલુકાના ગામ પાસે આવેલ પરમેશ્વર હોટલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે રોડ પર પસાર થઈ રહેલી ગાયને અડફેટે લીધી હતી ટ્રકની ટક્કર લાગતા ગાય રોડ પર ભટકાઈ હતી જેથી મોઢાના અને શરીરના ભાગે ગાયને ઇજાઓ થઈ હતી આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગાયને તાત્કાલિક સારવાર અર્થે ગામના યુવા ભાજપ અગ્રણી ભરતભાઈ દેસાઈ અને દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ દેસાઈ દ્વારા તાત્કાલિક બાજુમાં આવેલ ગૌશાળા ખાતે ખસેડવામાં આવી હતી
ડીસા તાલુકાના વીરુણા ગામે ટ્રકની ટક્કરે ગાય ઇજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા સારવાર કરાઈ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
