બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં લુંટ અને માર ની ઘટના ઓમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ધટના થરાદ ના સાચોર હાઇવે ઉપર બની છે થરાદ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર રસોઈ નો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરશોતમદાસ વૈષ્ણવ સાંચોર નાં રહેવાસી છે જેમને માર મારી લુંટ કરનાર ચાર ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં માર મારી લુંટ કરનાર ઈસમો વાતડાઉ ગામ નાં વતની હિરાભાઈ મુળાભાઈ પટેલ અને સામળાજી સવજી પટેલ તેમજ તેમનીક સાથે રહેલા અન્ય બે ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.પરશોતમદાસ વૈષ્ણવ જ્યારે દેથળી ગામે રસોઈ કામ પુર્ણ કરી પોતાના ઘર સાંચોર જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત જોઈ મદદ કરવા રોકાયા હતા ત્યારે જાણદી પાટિયા પાસે સ્વીફ્ટ કાર માં આવેલાં ચાર ઈસમો એ ગાળો આપી માર મારી તેમના ખિસ્સામાં રહેલાં દોઢ લાખ રૂપિયા ની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.લુટ કરનાર ઈસમો માં એક ઈસમ વાતડાઉ ગામ નાં સરપંચ નો પુત્ર હોવાનો રોફ જમાવી ને ધમકી આપી હતી કે પોલીસ ને જાણ કરી તો નહેરમાં નાખી દહીશ આવું કહેતા ગભરાઈ ગયેલા પુરુષોત્તમદાસ બાદ માં થરાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી લુંટ અને માર મારી નાસી ગયેલા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
થરાદ પંથકમાં વૃદ્ધ સાથે મારા મારી કરી સાથે રહેલ રૂ.૧૫૦૦૦૦ લુંટ થઇ
Tags:
##suigam##VAV##થરાદ##બનાસકાંઠા#ગુજરાત#થરાદ#થરાદ તાલુકા ના સમાચાર#થરાદ ના લોકલ સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ લાઈવ#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર વાતાવરણ ના સમાચાર#વાવ થરાદ ના સમાચારો#વાવ થરાદ સુઈગામ ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
