Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

મહેસાણા માં બનાસકાંઠા ના વેપારી ને અજાણ્યા ઈસમો એ રિવોલ્વર બતાવી 20લાખ ની લૂંટ ચલાવી..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, એક બાજુ વરસાદ નથી તો બીજું બાજુ દુષ્કાળ ના એંધાણ સર્જાઈ રહ્યા છે ત્યારે મહેસાણા જીલ્લાના ઐઠોર નજીક ૨૦  લાખની લૂંટની ઘટના સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ જીરા અને કમિશન એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ ચૌધરી ગાંધીનગરના સરગાસણમાં રહે છે. આજે સવારના સમયે ગાંધીનગરથી કાર લઈ બનાસકાંઠા જવા માટે ૨૦ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. જ્યાં અડાલજ ચોકડી પાસે પહોંચતા ત્રણ જેટલા ઈસમો પાલનપુર જવાનું કહી લિફ્ટ માગી હતી. જ્યાં ઇસમોને કારમાં બેસાડ્યા બાદ મહેસાણાના ફતેપુરા પાસે પહોંચતા જ એક વ્યકિતએ ઉલટી થતી હોવાનું કહી ગાડી રોકાવી હતી. વેપારીએ ગાડી ઉભી રાખતા જ લૂંટારૂઓએ વેપારીને રિવોલ્વર બતાવી બંધક બનાવી લીધો હતો. વેપારીના હાથ બાંધી પાછલની સીટમાં બંધક બનાવી લેવાયો હતો.સૂત્રો ના જણાવ્યા મુજબ  લૂંટારૂઓએ વેપારીને બંધક બનાવી કારને ઐઠોર GIDC તરફ લઈ ગયા બાદ વેપારીનું પાકિટ કાઢી લીધું હતું. જે બાદમાં કારની ડેકીમાં તપાસ કરતા તેમાં ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મળતા જ લૂંટારૂઓ વેપારીને ત્યાં ઉતારી મુકી રોકડ રકમ અને ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. જે બાદમાં ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ તરફ ઘટનાની તપાસ માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી હોવાનું સામે આવ્યુ છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: