Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ગોલપ ગામમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

સુઇગામ તાલુકાના ગોલપ ગામના વિક્રમભાઈ દુદાભાઈ રાજપૂત પોતાના ખેતરમાં ભેંસો ચારતા હતા,દરમ્યાન તેમના કૌટુંબિક વિહાભાઈ શંકરભાઇ રાજપૂત, કાનજીભાઈ શંકરભાઇ રાજપૂત તેમજ ઈશ્વરભાઈ પીરાભાઈ રાજપૂત અને તેજાભાઈ પથુભાઈ રાજપૂતનાઓ ટ્રેક્ટર તથા પીકઅપ ડાલું લઈ ખેતરે આવેલ અને કહેલ કે અમારા ખેતરનો રસ્તો કેમ બંધ કરેલ છે,ત્યારે વિક્રમભાઈએ કહેલ કે તમારો અહીં રસ્તો છે જ નહીં તો બંધ કર્યાનો પ્રશ્ન ક્યાં છે, તેમ કહેતા ઉસ્કેરાઈ ગયેલા ચારેય ઈસમોએ અપમાન જનક શબ્દો બોલી લાકડી તેમજ ટોમી લઈ મારવા આવતાં બાજુમાંથી હોહા સાંભળી દોડી આવેલા લોકોએ વચ્ચે પડી માર માંથી બચાવી ચારેય ને સમજાવેલ,દરમ્યાન તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતાં વિક્રમભાઈ રાજપુતે 4 ઈસમો વિરુદ્ધ સુઇગામ પો.સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ યપાસ હાથ ધરી છે,
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: