Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ,ભારે પવન અને વરસાદથી અનેક જગ્યાઓ પર નુકશાન

લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લા તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે.જેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક સારી વાવણીની આશા જાગી છે.ત્યારે ગત મોડી રાતથી ડીસા તાલુકામાં સારો વરસાદ પડ્યો છે.ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા અને જાવલ ગામમાં રાત્રીના સમયે ગાજ વીજ સાથે વરસાદનું આગમન થયું હતું.સતત કલાકો સુધી પડેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરસાઈ થયા હતા.જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા 4 દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.આ વર્ષે સારો વરસાદ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવી પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: