દેશમાં બુલેટટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા થતી હોય છે જયારે દેશના અનેક ભાગોમાં આજે વિમાન, ટ્રેન, મેટ્રો, બસો એવી સુવિધાઓ છે જયારે બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારના લોકો બસની સગવડ મોખરે છે. જયારે આજે રોજ ડીસાથી શંખેશ્વર લોકલ બસને મંજુરી મળતા લોકોમાં આનંદ જોવા મળ્યો. ડીસાથી શંખેશ્વર જવા અને આવવા માટે ડીસા આસપાસના લોકોને જેમાં ખાસ ખરીને જૈન સમાજનાં લોકોને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગે આવન-જાવન માટે બસની જરૂર તાતી હોઈ ડીસાનાં જૈન સમાજના અગ્રણી હસમુખભાઈ વેદાલીયાએ લોકલ બસ મંજુર કરવા માટે તા. 31/12/2021ના પુણે શભાઈ મોદી (મંત્રી માર્ગ અને મકાન વાહન વ્યવહાર)ને પત્ર દ્વારા રજૂઆત કરેલ. જયારે ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને કરવા હુકમ કરેલ તે મુજબ નિગમના પાલનપુર વિભાગીય નિયામકના તા. 11/02/2022 ના પત્ર અનુસાર ડીસા શંખેશ્વર લોકલ બસ મંજુર થઇ. જેથી આજરોજ ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા બસને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ડીસા ડેપો મેનેજર રમેશભાઇ ચૌધરી, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, પિંકેશભાઈ દોષી, ભરતભાઇ વરિયા સહિતના જૈન સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રેસર ઉપસ્થિત રહ્યા હતા. આજે ડીસાથી શંખેશ્વર જવા માટે બસનો પ્રારંભ કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, આ બસ શંખેશ્વરથી ડીસા તરફ બપોરે 2: 30 વાગે બસ ઉપડશે વાયા પાટણ હારીજ સમી રૂટ ચાલશે અને બસની મંજૂરી માટે હસમુખભાઈ વેદાલીયાએ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
ડીસાથી શંખેશ્વર બસ મંજુર થતા ડીસા ગ્રામજનોમાં આનંદ
Tags:
#Happiness among Deesa villagers as Shankheshwar bus is approved from Deesa#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
