Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર આપ્યું

ગાયમાતા એ સનાતન હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતિક છે . ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે દ્વારકાના અર્જુનભાઈ આંબલીયા ગત તા .19 જાન્યુ . 2021 થી દિલ્હી જંતર મંતર ખાતે શાંતિપૂર્વક અનિશ્ચીત મુદતના ધરણા કરી રહ્યા છે . જેમાં ગાયમાતાને રાષ્ટ્રીય સન્માન આપવાની માંગ સાથે આજે શહેરની વિવિધ સંસ્થાઓના કાર્યકરો જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ મામલે રજુઆત કરી હતી તેમજ તેની સાથોસાથ આજથી મવડી ચોકડી ખાતે નિલેશભાઈ આહીર દ્વારા આજથી મવડીચોકડી ખાતે અનિશ્ચીત મુદતના ધરણા શરુ કરવામાં આવેલ છે . શહેરના બાલાજી મિત્ર મંડળ કનૈયા ગ્રુપ બેડીપરા આહિર એકતા મંચ , ગૌસેવા મંડળ , હિન્દુ સ્વરાજ ગ્રુપ , જયશ્રીરામ સેના સંગઠન , બડા બજરંગ મિત્ર મંડળ , ભગવા સ્વયંસેવક સંઘ , બાબા ગ્રુપ ( રૈયાગામ ) સહિતની વિવિધ સંસ્થાઓના કાર્યકરો અને હોદેદારોએ આજે જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી ઉઠાવી હતી . જેમાં કાના કુબાવત નામના કાર્યકરે સાધુ વેશે કલેકટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો આપવાની માંગ સાથે ભીખ માંગતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ હતો . આ કાર્યકરોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે દ્વારકામાં અર્જુનભાઈ આંબલીયા ગાયમાતાને રાષ્ટ્રીય સન્માન આપવાના મુદે 11 જાન્યુ . 2021 થી ધરણા આંદોલન દિલ્હી જંતર મંતર ખાતે કરી રહ્યા છે . તેમના સમર્થનમાં આજે ફરી જિલ્લા કલેકટર તંત્રને આ બાબતે રજુઆત કરવામાં આવી છે.તેમજ આ અંગે નિલેશભાઈ આહિર દ્વારા આજથી મવડી ચોકડી ખાતે અનિશ્ચીત મુદતનું ધરણા આંદોલન શરુ કરવામાં આવેલ છે . તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગાયમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે 2014 માં વચન આપવામાં આવેલ હતું જે પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા તત્કાલ પગલા લેવામાં આવે તે આવશ્યક છે .

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: