વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા ગામમાં સોમવારે સુમારે 2.20 વાગ્યાની આસપાસ બ્રાહ્મણવાસમાં અલગ અલગ પાંચ જગ્યાએ વીજળીનાં વાયરોથી સોર્ટસર્કિટ થતાં બાવળની વાડમાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેથી બ્રાહ્મણ વાંકજીભાઈ નાનજીભાઈને તો ઘરવઘરી જેવી કે ગોદડાં,ખાટલા,સહિત ચાર હજાર જુવારનાં પુળા બળી જવાથી આશરે રૂ.1.50 લાખથી વધારેનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે ઢીમા તલાટી સહિત વાવ જીઈબીની ટીમ દ્વારા સર્વે કરીને પંચનામું કરી પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.વધુ માં મળતી માહિતી મુજબ, સોમવારે બપોરના સમયે બ્રાહ્મણ પબાભાઈ નીલાભાઈનાં ઘરની બાજુમાં આવેલ વીજળીનાં થાંભલા પાસેથી ઉપર આવેલ વિજવાયરોથી સોર્ટસર્કિટ થતાં વધુ પડતો પવન ફૂંકાતો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને માત્ર 30 મિનિટમાં જ અલગ અલગ ચાર જગ્યાએ રહેણાંક મકાનમાં આગ લાગી હતી.જોકે ત્રણ જગ્યાએ વાડમાં બ્રાહ્મણ પબાભાઈ નીલાભાઈ,બ્રાહ્મણ અમીરામભાઈ કરશનભાઈ ,બ્રાહ્મણ અજોતીબેન નાનજીભાઈ વિકરાળ આગ લાગી હતી,ચાર કલાકની ભારે જહેમત બાદ થરાદ નગરપાલિકાની ફાયરફાઈટની ટીમ દ્વારા ઝડપી સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી,જીઈબીની ટીમ સહિત ઢીમા ગ્રામપંચાયતનાં તલાટીએ પંચનામું કરીને વાવ મામલતદાર સહિત તાલુકા કક્ષાએ મોકલી આપ્યું હોવાનું જણાવ્યું હતું.
ઢીમા ગામમાં ચાર જગ્યાએ રહેણાંક મકાનોમાં વિકરાળ આગ લાગતા ઘાસચારો બળીને નષ્ટ થયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#Four houses in Dhima village were gutted by fire and destroyed.#ગુજરાત#ઢીમા ગામમાં ચાર જગ્યાએ રહેણાંક મકાનોમાં વિકરાળ આગ લાગતા ઘાસચારો બળીને નષ્ટ થયો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
