સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે પણ 4. 1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તેની અસર પાલનપુર સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતુંત્રણ દિવસ અગાઉ પણ પાલનપુરથી 136 કિલોમીટર દૂર 4. 1ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ બે દિવસ અગાઉ રાત્રિએ પણ પાલનપુરથી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3. 1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી. આમ સતત ચાર દિવસથી રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જો કે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો
Tags:
##VAV##બનાસકાંઠા#an earthquake shook Banaskantha district#For the third day in a row #suigam#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
