બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. ડીસામાં ચાર ડિગ્રી તાપમાન વધતા આજે 16.4 લઘુતમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું.ડીસામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણ ની મજા માણી હતી. તો બિજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં જીરુ, રાયડો અને બટાકા નું મહત્તમ વાવેતર થયું છે અને આવા વાતાવરણને કારણે ખેતી પાક માં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરે તો પાકને નુકસાનથી બચી શકાય તેમ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જે કે પટેલે જણાવ્યું હતું.
હવામાનમાં પલટો,ખેતી પાકને નુકસાન થવાની ભીતિ થતી ખેડૂતોને ચિંતિત બન્યા
Tags:
#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#ખેડૂતોને ચિંતિત બન્યા#ખેતી પાકને નુકસાન#ડીસા ના આજ ના#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર આજના તાજા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#હવામાનમાં પલટો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
