બનાસકાંઠા ના છેવાડા ના તાલુકા ઓ માં દિવસે દિવસે ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરતા તેમજ ચોમાસા માં વરસાદ નહીવત પડવા ને કારણે ખેડૂતો ને પાણી વગર ખેતી કરવી મુશ્કેલી પડતી હોય છે જેને લઇ ને વાવ- સુઈગામ તાલુકા માં નર્મદા કેનાલની સિંચાઈના પૂરતા પાણીથી વંચિત એવા ૨૨ ગામોની જે માંગણી હતી જે મુજબ નવી બ્રાન્ચ કેનાલ બનાવા માટે રૂપિયા ૭૬ કરોડ અને ઢીમાં અને ગડસીસર બ્રાન્ચ ના ગામો માટે 23 કરોડ ટોટલ અંદાજીત ૧૦૦ કરોડ ના ખર્ચે ના સૈદ્ધાંતિક મંજૂરી ગત રોજ નર્મદા નિગમ સરદાર સરોવર વિભાગ દ્વારા આપવામાં આવતા ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયો હતો .તેમજ મંજૂર કરાવવા માટે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો સિંહ ફાળો રહેલો છે જેમાં લેખિત અને વિધાનસભા માં રજૂઆત કરી છે જેથી ખેડૂતો ના હિત માં થયેલ આ નિર્ણય ને લઇ વાવ સુઈગામ કોંગ્રેસ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી આવકારવામાં આવ્યો હતો .
૨૨ ગામો ની નવી કેનાલ ની મંજુરી મળતા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
Tags:
##suigam##VAV##VIRAL; NEWS #dailyhunt breaking news##બનાસકાંઠા#dailyhunt#ગુજરાત#ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ#બનાસકાંઠા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ વોકલ સમાચાર#વાવ#વાવ ના તાજા સમાચાર#વાવ માં ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ ને લઈને ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
