Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

#રોજગારની તક _ નાનાં શહેરો અને ગામડાંઓનાં ‘કોમન સર્વિસ સેન્ટર’ કેન્દ્રો પર 20 લાખ ડિજિટલ કેડેટ્સની ભરતી થશે

  1. દરેક કોમન સર્વિસ સેન્ટર(CSC) પર 5 ડિજિટલ કેડેટ્સની ભરતી થશે
  2. આખા દેશમાં આશરે 4 લાખ CSC છે
  3. સિલેક્ટ કરવામાં આવેલા ડિજિટલ કેડેટ્સને મફતમાં ટ્રેનિંગ મળશે.      
  4. નવી દિલ્હી. સરકારી ઈ-ગવર્નન્સ સેવા CSC(કોમન સર્વિસ સેન્ટર) 20 લાખ ડિજિટલ કેડેટ્સની ભરતીની યોજના બનાવી રહ્યા છે. ભરતીની પ્રક્રિયા આ વર્ષે જ પૂરી થઇ જશે. આખા દેશમાં આશરે 4 લાખ CSC છે, જે નાના શહેરોમાં અને ગામડાંમાં અલગ-અલગ સરકારી અને એન્ટરપ્રાઈઝ સેવા આપે છે.CSCના સીઈઓ દિનેશ ત્યાગીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, દરેક CSC પર 5 ડિજિટલ કેડેટ્સની ભરતી થશે. આ ડિજિટલ કેડેટ નાગરિકોને ડોરસ્ટેપ સેવા આપશે. તેઓ ગ્રામ્ય ઈ-સ્ટોર્સ, ખેડૂત ઈ-માર્કેટના ડિલિવરી એજન્ટ અને CSCના અન્ય સરકારી એજન્સીઓના સર્વેનું કામ કરશે. યોગ્ય કેડેટની નોંધણીની પ્રકિયા 1 મહિનામાં પૂરી દેવાશે. વેરિફિકેશન પછી ભરતીની પ્રક્રિયા શરુ થશે. કેડેટ્સને તેમના કામ પ્રમાણે પગારની ચૂકવણી થશે.ઘર-ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચાડશે
    સ્ટેટમેન્ટ પ્રમાણે, ડિજિટલ કેડેટ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની ડોર-ટુ-ડોર જાણકારી પહોંચાડશે. તેઓ નાગરિકોને કોવિડ-19 દરમિયાન સરકારે જાહેર કરેલી યોજનાઓથી પણ માહિતગાર કરશે. ડિજિટલ કેડેટ્સ લોકોની ક્રેડિટ પ્રોફાઈલ તૈયાર કરવા અને બેન્કિંગ ચેનલથી ક્રેડિટ અપાવામાં મદદ કરશે.CSCમાં ડિજિટલ કેડેટ તરીકે કામ કરવા માટે ઉમેદવારે પોતાના નજીકના CSC VLI(વિલેજ લેવલ એન્ટરપ્રાઈઝ)ની મદદથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજીસ્ટ્રેશન CSC IDથી થશે. અરજીમાટે જરૂરી યોગ્યતા પણ CSC VLI પર જણાવેલી છે.CSC VLI તરફથી સિલેક્ટ કરવામાં આવેલા ડિજિટલ કેડેટ્સને મફતમાં ટ્રેનિંગ આપવામાં આવશે. CSC ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટનો ખર્ચો ઉપાડશે. આખા દેશમાં ડિજિટલ કેડેટ્સને ટીશર્ટ અને ટોપી મફતમાં આપવામાં આવશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: