Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વધુ ત્રણ મકાન ધરાશાહી થયા

ડીસામાં બે દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ થતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ બની છે તેવામાં તોફાની વરસાદના કારણે ગઈકાલે ડીસાના હરસોલિયા વાસ માં ત્રણ મકાન ધરાશયી થયા બાદ આજે અલગ અલગ વિસ્તારમાં વધુ ત્રણ મકાનો ધરાશયી થયા હતા. ધોધમાર વરસાદ માં બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક ગરીબ પરિવારનું મકાન ધરાશયી થઈ ગયું હતું, તેને પગલે સ્થાનિક નગર સેવકો તરત જ ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી સરકાર તરફથી બનતી સહાય આપવા ખાત્રી આપી હતી.ત્યારબાદ ડીસાના ગવાડી વિસ્તારમાં પણ એક કાચું મકાન પડી ગયું હતું અને લોધાવાસ મા આવેલ શ્રમજીવી વસંતીબેન નું મકાન પણ ભારે વરસાદ ના કારણે ઢળી પડ્યું હતું.વરસતા વરસાદમાં મકાન પડતા ઘરવખરી નો તમામ સમાન પણ પલળી જતા પરિવાર ની હાલત કફોડી બની હતી.

આમ ડીસા શહેરમાં બે દિવસમાં કુલ છ મકાન ધરાસયી થયા છે. તોફાની વરસાદે છત છીનવી લેતા શ્રમજીવી પરિવારો બેહાલ બન્યા છે, અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં પણ મદાભાઈ રાજપુત નું ઘર ધરસાઈ થયું હતું. પોતાનું મકાન પડતા મદાભાઈ ને મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો હતો. પરિવારની પરિસ્થિતિ ન જેવી હોવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પરિવારની મુલાકાત લઇ આર્થિક રાહત આપે તેવી માંગ કરવામાં આવી હતી આ અંગે ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય શૈલેષભાઈ રાયગો રે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં જે મકાન પડ્યું છે તેની અમારા દ્વારા તાત્કાલિક મુલાકાત લેવામાં આવી છે અને તેને સરકાર દ્વારા સહાય મળશે તે પ્રમાણેની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: