Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં ભારે વરસાદને લઇ ત્રણ મકાન ધરાશાયી થયા,સદનસીબે જાનહાની ટળી

હવામાન વિભાગની આગાહીના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. છેલ્લા બે દિવસથી ડીસા શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાયા હતા ભારે વરસાદ ના કારણે સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા તેના કારણે મોટાભાગના લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડીસાના હરસોલિયા વાસમાં પણ મુખ્ય ગટર લાઈન પાસે આવેલ ત્રણ મકાનો ધારા શાહી થયા હતા. એક અઠવાડિયાથી સતત વરસતા વરસાદના કારણે મુખ્ય ગટર લાઈનમાં ચોમાસા ના પાણીનો પ્રવાહ વધ્યો હતો અને તેના કારણે ગટરની દીવાલ ને અડીને આવેલ મુકેશભાઈ લુહાર, બાબુભાઈ પંડ્યા અને કિશનલાલ દિનકર ના ત્રણ મકાન ની મુખ્ય દીવાલો અને સંડાસ,બાથરૂમ સહિત મોટાભાગના મકાન ધારા શાહી થઈ ગયા હતા . સબનસીબે જાનહાની ટળી હતી પરંતુ મકાનની દિવાલો ધારા શાહી થતા ઘરવખરી ને પણ નુકસાન થયું છે ત્રણેય મકાનમાલિકોને અંદાજિત ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. બનાવને પગલે વોર્ડ નંબર 6 ના નગરસેવક નયનાબેન સોલંકી અને પૂનમબેન ભાટી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત મકાન માલિકોને સાંત્વના આપી નગરપાલિકા વતી બનતી મદદ કરવાની ખાત્રી આપી હતી . . . .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: