Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ધાનેરા તાલુકામાં મેઘો ની મહેર: રેલ નદી ઓવરફ્લો, ખેડૂતોને પાક અને રહેણાંક મકાનનેનુકસાન

ધાનેરા તાલુકામાં મેઘો ની મહેર: રેલ નદી ઓવરફ્લો, ખેડૂતોને પાક અને રહેણાંક મકાનનેનુકસાન

ધાનેરા : રાજુભાઈ જોષી

ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે રેલ નદીમાં બંને કાંઠે પાણી વહેવા લાગ્યું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં નદીનો પૂર વધુ ભયજનક બની રહ્યો છે.

નદીમાં આવેલા પૂર પાણીના કારણે આજુબાજુના ખેતરોમાં જમીન ધોવાઈ ગઈ છે. ખાસ કરીને ખેતરમાં પાક ઉછેરતા અનેક ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે. દેવકરણભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરમાં રેતી જઈ જતા બોર કામકાજના લાયક ન રહ્યો. એટલું જ નહીં, સતત વરસાદ અને પાણીના દબાણથી તેમના મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ, જેના કારણે પરિવારના લોકો તાત્કાલિક બહાર દોડી જતાં તેમનો જીવ બચી ગયો હતો.

દેવકરણભાઈએ જણાવ્યુ કે, “દર વર્ષે ચોમાસામાં રેલ નદી ઓવરફ્લો થાય છે અને ખેતરો-મકાનને મોટું નુકસાન થાય છે. હજુ પણ નદીમાં રેતીની જમાવટ એટલી વધારે છે કે પાણી આસપાસ ફેલાઈ જાય છે.”

પરિસ્થિતિને ગંભીર માનીને જિલ્લા કલેકટર રેલ નદીની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દેવકરણભાઈના નુકસાનની વિગતો જાણીને સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે, “આ નદીમાં નિયમિત રીતે રેતીનું ઉડીકામ અથવા નિર્માણ કામગીરી થવી જોઈએ, જેથી ચોમાસામાં પાણીનો વહેવાર સુવ્યવસ્થિત રહે અને ખેતરો તથા ધાનેરા શહેરને નુકસાન ન થાય.”

હાલમાં ગામના લોકો સતત ચિંતા સાથે નદીના વધતા પાણી પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ પણ લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
બનાસકાંઠા • Mar 13, 2026

બનાસકાંઠા રેન્જને પ્રથમ આઈજી મળ્યા: પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ

બનાસકાંઠા: રાજ્યના પોલીસ તંત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર પોલીસ રેન્જ...
બનાસકાંઠા • Feb 11, 2026

બનાસકાંઠાના માહી ખાતે નકલી ઘી બનાવતી યુનિટ પર દરોડો: 1513 કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત, તપાસ શરૂ

જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: