સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવનાર કોરોના કેશો માં છેલ્લા એક વર્ષ થી સતત ઘટાડો નોંધાયા બાદ કોરોના એ બનાસકાંઠા ના ડીસા માં પણ દસ્તક દીધી છે. ડીસા ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર યુ એસ શુક્લ એક અઠવાડિયા થી રજા પર હતા. ડીસા માં ભારે વરસાદ ના પગલે પ્રાંત અધિકારી તરીકે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી પરિવાર સહિત રજા પર થી પરત ડીસા આવી ગયા હતા. પરંતુ તેમને તાવ, શરદી, ઉધરસ, અશક્તિ હોઈ કોરોના વાયરસ ના લક્ષણો જણાઈ આવતા સિવિલ હોસ્પિટલ માં રિપોર્ટ કરાવતા તેઓ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારમાં તેમની પત્ની સહિત બન્ને બાળકો માં પણ તાવ શરદી જેવા લક્ષણો જણાઈ આવતા તમામે કોરોના ટેસ્ટ કરાવતા તમામ ને પણ કોરોના પોસેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી સમગ્ર પરિવાર અત્યારે હોમ કોરોન્ટાઇન થયો છે.કોરોના ની અસર હોવા છતાં પણ એક કર્તવ્ય નિષ્ઠ અધિકારી તરીકે પ્રાંત અધિકારી હાલ ની વરસાદ ની સ્થિતિ અને દાંતીવાડા ડેમ ની વધતી સપાટી ઉપર નજર રાખી રહ્યા છે અને રાહત બચાવ ની કામગીરી નું સંકલન કરી રહ્યા છે જરૂરી લાગે ત્યાં સુચના ઓ પણ આપી કામ કરી રહ્યા છે તેમજ ડીસા વાસીઓ ને કોઈ જ તકલીફ ના પડે તે બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
ડીસા માં નાયબ કલેકટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો, કલેક્ટરે લોકોને સચેત રહેવા અપીલ કરી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
