Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દિયોદર પંથકમાં 15 વર્ષની સગીરાનું અપહરણ, 10 દિવસ બાદ પણ ભાળ નહીં

દિયોદર પંથકમાં 15 વર્ષની સગીરાનું અપહરણ, 10 દિવસ બાદ પણ ભાળ નહીં

પરિવારજનોની માંગ – આરોપીને તાત્કાલિક ઝડપી સગીરાને સુરક્ષિત પરત લાવો

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકોના કોટડા (ફો) ગામે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી લઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સગીરાની હજુ સુધી કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ચિંતિત બન્યા છે.

મળતી માહિતી અનુસાર, કોટડા (ફો) ગામે રહેતી સગીરાને ગામના જ અલ્પેશજી રમેશજી ઠાકોર નામના ઇસમે લગ્ન કરવાની લાલચ આપી ઘરે થી ફોસલાવી લઈ જવાનો આરોપ છે. ઘટનાને પગલે સગીરાના પિતાએ તારીખ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ દિયોદર પોલીસ મથક(diyodar police station) ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 137(2) તથા 87 હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. છતાં પણ દસ દિવસ વીતી જવા છતાં સગીરાની કોઈ માહિતી સામે આવી નથી.

પરિવારજનોએ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. “અમારી દીકરીને સુરક્ષિત પરત લાવવામાં આવે અને આરોપીને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે,” તેવી લાગણીસભર અપીલ પરિવારજનોએ કરી છે.

ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ પોલીસ તંત્ર પાસે ઝડપી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હવે સગીરાની સુરક્ષિત વાપસી અને આરોપીની ધરપકડ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

वाव-थराद • अगस्त 9, 2026

थराद में 140 प्रतिभाशाली छात्रों को सम्मानित किया गया, शिक्षा में ठाकोर समुदाय की उपलब्धियों का जश्न मनाया गया।

वाजेगढ़ में, गुजरात क्षत्रिय ठाकोर सेना और सदाराम ठाकोर समाज शिक्षा समिति ट्रस्ट के तत्वावधान में...
वाव-थराद • अगस्त 1, 2026

विकास, शिक्षा, सिंचाई और परिवहन के मुद्दों ने वाव-धारंगधार तालुका समन्वय और शिकायत समिति की बैठक में हावी रहे।

वाव-धरणी-धर तालुका समन्वय एवं शिकायत निवारण समिति की बैठक, उप-कलेक्टर की अध्यक्षता में थराद के वाव में आयोजित की गई….
वाव-थराद • मई 27, 2026

चुवा गाँव में सट्टा प्रथा को लेकर विवाद: मारपीट और जान से मारने की धमकियों के आरोप, वाव पुलिस में लिखित शिकायत दर्ज।

ध्रुपल कलाल (जैसवाल) | वाव-थराद जिले के धरणीधर तालुका के चुवा गाँव में….

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: