Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

थराद में 140 प्रतिभाशाली छात्रों को सम्मानित किया गया, शिक्षा में ठाकोर समुदाय की उपलब्धियों का जश्न मनाया गया।

થરાદમાં 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજની સિદ્ધિને બિરદાવાઈ

વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો સન્માન સમારોહ

(વાવ થરાદ : ધ્રુપલ જયસ્વાલ ) :શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે થરાદના વજેગઢ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. સંતશ્રી સદારામ ઠાકોર લાઇબ્રેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

140 વિદ્યાર્થીઓનું સન્માન

ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે ત્યારે ઉચ્ચ મેરિટ તથા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર કુલ 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશજી ઠાકોર તથા થરાદ તાલુકા ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘શિક્ષણ જ પ્રગતિનો માર્ગ’નો સંદેશ

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સતત મહેનત કરીને આગળ વધવા અને સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. સમાજના યુવાનો શિક્ષણને પોતાની પ્રગતિનું સાધન બનાવી વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે તે સમગ્ર ઠાકોર સમાજ માટે ગૌરવની બાબત હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

આયોજનમાં આગેવાનોની મહત્વની ભૂમિકા

સન્માન સમારોહના આયોજનમાં ઠાકોર સમાજના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, ઠાકોર સેનાના પ્રમુખ પીરાજી ઠાકોર, દેવાજી ઠાકોર, ધારશીજી ઠાકોર, ભમરાજી વાઘેલા, જોરાજી ઠાકોર અને મુકેશજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન

વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવવા માટે યોજાયેલો આ સન્માન સમારોહ માત્ર સન્માન પૂરતો ન રહેતા સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપનારો બન્યો હતો. શિક્ષણને પ્રોત્સાહન અને પ્રતિભાને સન્માન—આ બંને સાથે સમાજની નવી પેઢીને આગળ વધારવાનો સંદેશ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

वाव-थराद • अगस्त 1, 2026

विकास, शिक्षा, सिंचाई और परिवहन के मुद्दों ने वाव-धारंगधार तालुका समन्वय और शिकायत समिति की बैठक में हावी रहे।

वाव-धरणी-धर तालुका समन्वय एवं शिकायत निवारण समिति की बैठक, उप-कलेक्टर की अध्यक्षता में थराद के वाव में आयोजित की गई….
वाव-थराद • मई 27, 2026

चुवा गाँव में सट्टा प्रथा को लेकर विवाद: मारपीट और जान से मारने की धमकियों के आरोप, वाव पुलिस में लिखित शिकायत दर्ज।

ध्रुपल कलाल (जैसवाल) | वाव-थराद जिले के धरणीधर तालुका के चुवा गाँव में….
वाव-थराद • मई 25, 2026

क्या वाध पुलिस सो रही थी? वाध-थराद एलसीबी ने 5 किलोमीटर दूर एक ऑनलाइन जुआ अड्डे पर छापा मारा, जिसमें नकद ₹1.14 लाख और क्रेडिट ₹4.72 लाख जब्त किए।

वाव-थराद | ध्रुपल कलाल (जैसवाल) वाव-थराद जिले में अवैध शराब और जुआ गतिविधियाँ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: