Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

थारा के पास एसएमसी की छापेमारी: 1.20 करोड़ रुपये की शराब जब्त

થરા નજીક SMCનો દરોડો: 1.20 કરોડનો દારૂ ઝડપાયો

: બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉણ ગામ નજીક હાઈવે પરથી પસાર થતા એક ટ્રકમાંથી SMC ની ટીમે 1.20 કરોડ રૂપિયાની કિંમતનો 900 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે SMC નું સફળ ઓપરેશન

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પી.બી. જેબલ્યાની આગેવાની હેઠળની ટીમને બાતમી મળી હતી કે હાઈવે પરથી એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે ટીમે થરા નજીક ઉણ ગામ પાસેના હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ જણાતા એક ટ્રકને અટકાવીને તેની સઘન તલાશી લેવામાં આવી હતી.

કપડાંના બોરાની આડમાં થતી હતી હેરાફેરી

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, બુટલેગરોએ પોલીસથી બચવા માટે નવો કીમિયો અપનાવ્યો હતો. ટ્રક (નંબર RJ-18-GA-6642) માં તપાસ કરતા અંદરથી કપડાંના બોરા મળી આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કપડાંના બોરાની આડમાં સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

900 પેટી દારૂ સહિત 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

SMC ની ટીમે પાડેલા આ દરોડામાં ટ્રકમાંથી કુલ 900 પેટી વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આ વિદેશી દારૂના જથ્થા અને ટ્રક સહિતના મુદ્દામાલની કુલ કિંમત આશરે 1.20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રકમાં સવાર 2 આરોપીઓની અટકાયત કરી લીધી હતી.

પંજાબથી કચ્છ જતો હોવાનો ખુલાસો, વધુ તપાસ શરૂ

પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે, દારૂ ભરેલો આ ટ્રક પંજાબથી નીકળ્યો હતો અને તેને કચ્છ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. હાલમાં SMC ની ટીમ દ્વારા બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રક કોની માલિકીનો છે, પંજાબથી કોણે માલ ભરાવ્યો હતો અને કચ્છમાં આ જંગી જથ્થો કોને ડિલિવર કરવાનો હતો, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓના નામ પણ ખૂલવાની સંભાવના છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

बनासकांठा • अक्टूबर 4, 2026

बनासकांठा ने आलू और जीरे के लिए समर्थन मूल्य की घोषणा की: किसानों में उत्साह का माहौल

पालनपुर: बनासकांठा जिले के किसानों के लिए आलू और जीरे के लिए राज्य सरकार द्वारा लाभकारी कीमतें प्रदान करने के संबंध में...
बनासकांठा • मार्च 13, 2026

बनासकांठा रेंज को मिला पहला आईजी: परिक्षित राठोड़ ने संभाला कार्यभार

बनासकांठा: राज्य की पुलिस प्रणाली में महत्वपूर्ण बदलावों के तहत, बनासकांठा जिले में पहली बार एक पुलिस रेंज स्थापित की गई है...
बनासकांठा • फरवरी 11, 2026

બનાસકાંઠાના માહી ખાતે નકલી ઘી બનાવતી યુનિટ પર દરોડો: 1513 કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત, તપાસ શરૂ

જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી...
बनासकांठा • दिसम्बर 4, 2025

પાલનપુરમાં વિશ્વ દિવ્યાંગ દિન ઉજવણી: ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા રેલી પ્રસ્થાન

દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ માટે રેલીનું કરાયું...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: