Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા નો એલિવેટેડ બ્રિજ વિવાદમાં મુકાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે 222 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ જ્યારથી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં મુકાયો છે આ બ્રિજ પર સ્ટેટ લાઈટ ચાલુ હોવાના કારણે રાત્રી દરમિયાન આ બ્રિજ પર અંધકાર પર જોવા મળી રહ્યું છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે તો બીજી તરફ ડામર રોડ તુટી જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો બ્રિજની નીચે પણ રોડનું સમારકામ ન કરવાના કારણે રોડની હાલત ખખડધજ જોવા મળી રહી છે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ઉપવાસ આંદોલન પર આપના કાર્યકર્તા બેઠા છે

ત્યારે ગત મોડીરાત્રે આપના કાર્યકર્તા દ્વારા ઉપવાસ આંદોલન ની પરમિશન પણ રદ કરી દેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ આપના કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આપના કાર્યકર્તા અને છોડી દેતા આપના કાર્યકર્તા દ્વારા ફરી ડીસાના હવાઈ પીલર સામે આવેલા સ્કોન શોપિંગ આગળ ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવ્યા હતા અને આજે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે અને આપના કાર્યકર્તા દ્ધારા ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવ્યા હતા મોડી સાંજે આપના કાર્યકર્તા કરસનભાઈ રાજપૂત ની ઉપવાસ આંદોલનમાં હાલત લથડતાં તાત્કાલિક ૧૦૮ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે આવી કરસનભાઈ રાજપૂત ને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ લથડતાં સારવાર માટે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા પરંતુ આજે આપના કાર્યકર્તા દ્વારા ઉપવાસ આંદોલનનો બીજો દિવસ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની નિવેડો લેવામાં આવ્યો નથી.. હવે જોવું રહ્યું કે તંત્ર આપના કાર્યકર્તા ની માંગણી સ્વીકારે કે કેમ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: