Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના બિરજુ બારોટનું અકસ્માતમાં મોત થતાં તેના ચાહકો દ્વારા તોડ્યો સોશિયલ મીડિયામાં પોસ્ટોનો રેકોર્ડ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામનાં આશાસ્પદ યુવાન બ્રિજેશ ઉર્ફે બિરજુ બારોટના હુલામણા નામથી મિત્રો.ચાહકો.અને સોશિયલ મીડિયામાં આગવી ઓળખ ઊભી કરનાર બિરજુ બારોટના મોતને આજે એક અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં બિરજુ બારોટ નાં ચાહકો હજુ સુધી બિરજુના મોતને ચાહકો ભુલાવી શકાયા નથી.તમામ લોકોમાં ખુબજ મિલનસાર સ્વભાવના લીધે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર બિરજુ બારોટના અકાળે થયેલા અવસાનને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના મિત્રો અને ચાહકો ઈસ્ટાગ્રામ.ફેસબુક.યુ ટયુબ પર દરરોજ ૫૦ થી ૧૦૦ પોસ્ટો મુકીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.બિરજુ ૪૨૦ની સ્ટોરીઓ અને એ ગાયક કલાકાર ના હોવા છતાં અનેક ગાયક કલાકારોએ તેની યાદમાં અઢળક ગીતો બનાવી સાચી શ્રદ્ધાંજલિ આપી અનોખો રેકોર્ડ કર્યો હોય એવી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ પહેલી ધટના છે.થોડા દિવસો પહેલા બનાસ નદીના પુલ પાસે ટ્રક અને વર્ના કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાણપુર ગામનાં યુવક બ્રિજેશ બારોટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.બિરજુ બારોટ ડીસા તાલુકાના રાણપુર ગામનો વતની હોવા છતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં તેની આગવી પ્રતિભાના લીધે સૌનો લાડકવાયો બની રહ્યો હતો.સોશિયલ મિડીયા પર આવતી બિરજુ બારોટની પોસ્ટો જોતાં એના મોતને ભુલવું તેના ચાહકો, મિત્રો અને તેના પરિવાજનો માટે ખુબજ મુશ્કેલ લાગી રહ્યું છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: