Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકા પોલીસે લુંટ ની ધટના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ ધાડ ની ઘટના માં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે  ડીસાના એક વેપારી ને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા  હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના  બની હતી.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડીસા ઓમ પાર્ક ખાતે રહેતા રસિકભાઈ કાંતિલાલ ચોખાવાળા (મોદી) ડીસાની જીઆઇડીસીમાં મરચા ની ફેક્ટરી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે .રસિકભાઈ ચોખાવાળા મરચાના 25 -25 કિલોગ્રામ ના પેકેટ બનાવી રાજસ્થાનના અલગ-અલગ ગામડામાં દુકાનદારોને ઈકો ગાડીમાં છૂટક મરચાનું વેચાણ કરે છે અને  તેમની છેલ્લા ત્રણ મહિનાથી  લુણપુર ગામના શાંતુજી દરબાર ની ઇકો ગાડી લઈ ડીસા થી રાજસ્થાન ફેરી કરે છે ત્યારે ગઇકાલે ઈકો ગાડીમાં અંદાજિત 15  જેટલા બોક્સ મરચાના ભરી ડીસા થી રાજસ્થાન ગયેલા અને વેડીયા ગામે આવતા આર.કે ટ્રેડિંગ ના માલિક રાણેખાન પાસેથી રસિકભાઈ ચોખાવાલાને ૪૫ હજાર રૂપિયા લેવાના હોવાથી જેમાં રાણેખાને રસિકભાઈ ચોખાવાલાને એક બિલ ના ૨૨૫૦૦ આપેલા અને બીજા પછી આપવાનું કહેલ  ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલ હિન્દુસ્તાન ટ્રેડિંગ નામની પેઢી ના સાત લાખ રૂપિયા આપવના છે જે રૂપિયા ડીસા દિપક હોટલ  પાસે  માણસ  લેવા આવવાનો હતો. તે બાદ રસિકભાઈ ચોખાવાળા અલગ-અલગ ગામડે જઇ ઉઘરાણી કરી  કિંમત 50,650 તે લઈ ડીસા આવવા નીકળેલા ત્યારે ધાનેરા પાસે બનાવેલ નવો અવર બ્રિજ પસાર કરતા બે અજાણ્યા શખ્સો ઇકો ગાડી રોકાવેલ ત્યારે ઇકોગાડી ચાલક શામતુંજી દરબારે રસિકભાઈ ચોખાવાળા ને પુછેલ કે પેસેન્જર બેસાડવા છે.ત્યારે રસિકભાઈ ચોખાવાળા એ કહેલ કે બેસાડી દે જે બાદ બે અજાણ્યા શખ્સોને ડીસા જવું હોવાથી તેમને ઇકો ગાડીમાં બેસાડેલ. જે બાદ ઇકોગાડી ધાનેરા થી ઝેરડા ગામથી  આગળ ઇકોગાડી ના ચાલક શાતુંજી દરબારે ગાડી પેશાબ કરવા ઉભી રાખેલ ત્યારે ઇકો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ ગાડીમાં બેઠેલ રસિકભાઈ ચોખા વાલાને ગળાના ભાગે છરો ભીડાવી કહેલ કે તારી જોડે જે હોય તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું તેમ કહેલ તેમજ ઇકોગાડી ના ચાલક શામતુંજી દરબારે પણ ધમકાવેલ જે બાદ ઇકોગાડી ની સીટ નીચે પડેલ 7 લાખ તેમજ રસિકભાઈ ચોખાવાલ ની ઉઘરાણી 50,650 તેમજ બે મોબાઈલ તેમજ રસિકભાઈ ચોખાવાલ ના ગજવામાં પડેલ 1500 આમ કુલ રૂપિયા 7,53,150 ની તેમજ ઇકોગાડી ની ચાવી લઈ ત્યાંથી ફરાર થઈ ગયેલ. જે બાદ સમગ્ર ઘટનાની જાણ રસિકભાઈ ચોખાવાલા એ ડીસા તાલુકા પોલીસ ને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જે બાદ રસિકભાઈ કાંતિલાલ ચોખાવાલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ  નોંધી હતી. ડીસા તાલુકા પોલીસે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ.એમ  જે ચૌધરી અને પી.એસ.આઇ એસ એસ રાણે દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો હતો તેમજ કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા.સમગ્ર લૂંટનો પ્લાન ડ્રાઇવર શાંતુજી એ કરેલો હતો  શાંતુજી દરરોજ વેપારીની સાથે જતા હોવાથી તેમજ વેપારી ઉઘરાણી લઈને આવતા હોવાની ડ્રાઇવર ને જાણ હતી જેથી ડ્રાઈવરે પોતાના જ ગામના અન્ય શખ્સો સાથે મળી વેપારી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

Tags: ##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: