સમગ્ર ભારતમાં ચકચાર જગાવનાર રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કામ કરતાં કનૈયાલાલ દરજીનું વિધર્મીઓ દ્વારા ગળું કાપી હત્યા કરી દેવાતાં લોકોમાં ભારે આકોશ જોવા મળી રહ્યો છે જેના સમગ્ર ગુજરાતમાં ધેરા પ્રત્યાઘાતો પડયાં છે ત્યારે આજે ડીસા શહેરમાં સમસ્ત દરજી સમાજ એકતા પરીષદ દ્વારા નંગરપાલિકા સામેથી વિશાળ રેલી યોજી વિવિધ સુત્રો ચાર સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સમસ્ત દરજી સમાજના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ કનૈયાલાલ દરજીનું વિધર્મીઓ દ્વારા ગળું કાપી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છેકે રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કનૈયાલાલ દ્વારા નુપુર શર્માને સપોટ કરી ભુલથી તેમના દિકરા દ્વારા એક પોસ્ટ મુકવામાં આવી હતી જે બાદ કેસ પણ થયો હતો અને કનૈયાલાલ દરજી દ્વારા માફી પણ માંગી લીધી હતી છતાં બે વિધર્મીઓ દ્વારા કનૈયાલાલ દરજીનું ગળું કાપી હત્યા કરી દેવાતાં સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આકોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સમસ્ત દરજી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક કાર્યવાહી કરી ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી..
ડીસા દરજી સમાજ એકતા પરીષદ દ્વારા ઉદયપુરમાં બનેલ ઘટનાને પગલે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
