Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા આપ ના કાર્યકરો એ આવેદન આપી ,પ્રેસ કોન્ફરન્સ યોજી..

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દ્વારા લોકહીતના વિવિધ મુદાને લઈને આંદોલન ચલાવી રહી છે તાજેતરમાં શિક્ષણ અને આરોગ્ય ના મુદે આંદોલન કરતાં સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવાની ફરજ પડી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વિજળી અને મફત વિજળી નાગરીકોને પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનનું રણશિંગુ ફુંકાયું છે ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનુ સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાતમાં નાગરીકોને સસ્તી વિજળી અને મફત વિજળી મળી રહે તેવી માંગ સાથે  માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની હાલ  દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.આમ આદમી પાર્ટી-ગુજરાત,નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે સરકાર સમક્ષ માંગ કરવામાં આવે છે જેવી રીતે પંજાબ અને દિલ્હીમાં નાગરીકોને સસ્તી વિજળી અને મફત વિજળી આપવામાં આવે છે તેજ રીતે ગુજરાતના નાગરીકોને પણ સસ્તી વિજળી અને મફત વિજળી આપવામાં આવે અને વધુ માં જણાવતા કહ્યું હતું કેજો સરકાર દ્વારા આમ આદમી પાર્ટીની માંગ સ્વીકારવામાં નહી આવે તો  આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન ના ભાગરૂપે કાર્યક્રમો યોજવાની ફરજ પડશે રાજ્યના મુખ્યમંત્રી ને આમ આદમી પાર્ટી-ગુજરાતની માગણી છે કે,ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: