Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા ના ભાચલી ગામે ખનન ચોરી નો મામલો …

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

વાવ : સરહદી વાવ પંથક ના ભાચલી ગામે તળાવ માં ખોદકામ નું ટેન્ડર કોઈ ખાનગી સંસ્થા ને અપાયું છે .જે સંદર્ભે સંસ્થા ના લોકો દ્વારા મહિલા સરપંચ ની સંમતી બાદ કામગીરી ચાલુ કરવામાં આવી.પરંતુ સંમતી લઈને નીતિ નિયમો ને નેવે ચઢાવી સંસ્થા ના લોકો દ્વારા ગ્રામ તળાવ ની જમીન નું ખોદકામ કરી લોકો ને માટી વેચવાનું કામ ચાલી રહ્યું છે. જે મુદ્દે ભાચલી ના મહિલા સરપંચ એ અગાઉ વાવ મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને અરજી કરેલ છે .જેમાં સરપંચે માટી વેચાણ કરવા ના આક્ષેપો કરી કામ બંધ કરવાની અરજ કરી હતી .જે મુદ્દે અમારી મીડિયા ટીમે ભાચલી ગામ ના મહિલા સરપંચ મુલાકાત લેતા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા સંમતી પત્ર આપ્યું હોવાનું કહ્યું હતું .પરંતુ વિવિધ નીતિ નિયમ મુજબ જેવા કે ખોદકામ કરેલ માટી ઉપયોગ તળાવ ના પાળા તથા ગ્રામ પંચાયત ના વિકાસ ના કામમાં ઉપયોગ કરવા અને ગાંડા બાવળો કાપી તેને એક જગ્યાએ એકઠા કરવામાં આવે વગેરે બાબતો ને લઇ સંમતી આપવામાં આવી હતી પરંતુ નીતિ નિયમો ને ધ્યાન માં ન લેતા મહિલા સરપંચે બેબાક અવાજ ઉઠાવ્યો છે ….

મામલદાર શ્રી ની પ્રતિ ક્રિયા …..

ભાચલી ગામે ખનન ચોરી મામલે વાવ મામલદાર શ્રી વસંતભાઈ પટેલે જણાવ્યું કે મહિલા સરપંચ કરેલ સંમતી પત્ર મુદ્દે કહ્યું કે આ ઠરાવ રદ્દ કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી ની આવે છે

વાવ તાલુકા વિકાસ આધિકારી ની પ્રતિ ક્રિયા ….

વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી .રાજપૂત એ ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું કે હું અને મારી ટીમ દ્વારા સ્થળ ની ચકાસણી કરવામાં આવશે.અને વિશેષ માં કહ્યું કે સંમતી પત્ર મુજબ કામ ચાલતું હશે તો કામ ચાલુ રહશે.સંમતી પત્ર ના વિરોધ ચાલતું હશે તો ઠરાવ રદ્દ કરી કામ બંધ કરવામાં આવશે          

Tags: ##STUDENT #daily share##suigam##VAV##કોરોના વેક્સીન##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ#સુઇગામ #DAILY247NEWS
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: