ભારત પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ કરી છે. બીએસએફના ખાસ અમ્બુશ દળ તરફથી પિલર નંબર 1165 અને 1166 પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય અન્ય વસ્તુઓ મળી નથી. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા. એવી માહિતી મળી છે કે ભારે વરસાદની આગાહી હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી.
BSF ના જવાનો એ હરામીનાળા પાસે 10પાકિસ્તાની બોર્ટ ઝડપી..
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
