Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

પાટીલના આગમન પહેલા ભાજપ પ્રમુખ ભીંસમાં . . . .

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપના અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે તે પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે.ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણીનો આક્રોશ શાંત પડ્યો નથી ત્યાં ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા પર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપી છે. મુકેશભાઈએ સમાજની માફી માગી પરંતુ કારડીયા રાજપૂત સમાજ મુકેશ લંગાળીયાના રાજીનામાનો જ આગ્રહ રાખી વિરોધદર્શી કાર્યક્રમો આપી રહ્યા છે. જેથી હાલમાં ભાજપ ભાજપથી જ ઘેરાયું છે. ગીતાબેનના આક્ષેપો વાહિયાત , પુરાવો રજૂ કરશે તો જાહેર જીવન છોડીશ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા લગાવાયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. મેં હંમેશા ગીતાબેનને નાના બેન તરીકે જ રાખ્યા છે. રાજીનામુ મહિલા મોર્ચાના પ્રમુખપદેથી તેઓએ સામે ચાલીને આપ્યું હતું. મેં માગ્યું ન હતું. એ સમયે પણ મેં પક્ષમાં કામ કરવા કહ્યું હતું. આજે છ- છ મહિના વીત્યા પછી જ્યારે ચૂંટણી આવી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ગીતાબેનની આ વાતો ફક્ત રાજકીય છે. ગીતાબેન વારેવારે કહે છે કે હું ધડાકો કરીશ તેવી કોઇ વાત એમની પાસે નથી. જો કોઇ પુરાવો રજૂ કરે તો હું જાહેર જીવન છોડી દઇશ. પ્રમુખને હટાવશો નહીં તો ઉમેદવારના પ્રચાર કરતા વધુ વિડીયો વાઈરલ થશે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોર્ચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતરે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા વિરુદ્ધ ત્રણ પાનાની જે મેટર વાઇરલ થઇ હતી તેનો આક્ષેપ મારા પર નાખી મને શારીરિક-માનસિક ત્રાસ આપેલ છે. મારી નોકરી પણ છીનવી લીધી છે. આ અંગે મેં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ જાણ કરી હતી. આવા પ્રમુખનું રાજીનામું લઇ લેવા ગીતાબેને જણાવેલ છે. મારા જેવી જિલ્લાની અસંખ્ય ભાજપ મહિલાઓ પણ પીડાય છે. કોઇ સામે આવીને સીધી વાત નથી કરી શકતી. આ અંગે પ્રદશે ભાજપ યોગ્ય નિર્ણય નહીં લે તો ચૂંટણી સમયે મુશ્કેલી સર્જાશે અને ઉમેદવારના પ્રચાર કરતા લંગાળીયાના વિડીઓ અને ઓડીઓ વધુ વાઈરલ થશે તેમ વધુમાં રોષ પૂર્વક ગીતાબેન કોતરે જણાવ્યું હતું.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: