Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

લંપી વાયરસ ને લઈને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સતર્કઃ ૪૨ ટીમો ૮૪ પશુધન નિરીક્ષકો સાથે ખડેપગે

પશુઓમાં આવેલ લમ્પી વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સતર્કઃ જિલ્લામાં ૪૨ ટીમો ૮૪ પશુધન નિરીક્ષકો સાથે ખડેપગે જિલ્લામાં ૯ તાલુકાઓ લમ્પી વાઇરસ અસરગ્રસ્તઃ જે ગામમાં એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી અપાવવા પશુપાલન વિભાગની અપીલ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા તંત્રની તાકીદ તાત્કાલિક સારવાર માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરોઃ ૫ એનીમલ એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ ક્લોક સેવામાં પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપો છે પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ ૯ તાલુકાઓમાં આ વાઇરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં ૪૨ ટીમોમાં ૮૪ પશુધન નિરીક્ષકો અને વેટર્નરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના ૨૧૫ જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે. ૧૫ ટકા જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર ૧ થી ૨ ટકા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: