Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ નગરમાં આશલ(વાવેચા) પંડયા ૫રીવારની કુળદેવી ચામુંડા માતાજી તેમજ હનુમાનદાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વાવ નગરમાં આશલ(વાવેચા) પંડયા ૫રીવારની કુળદેવી શ્રી ચામુંડા માતાજી, બાબરા વીર તથા હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. તા.૯/૪/રરના સાંજે સંતવાણી કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ પ્રસંગને અનુરૂપ ભજન સતસંગ કરી વાતાવરણ ભકિતમય બનાવ્યું હતું. તા.૧૦/૪/૨૨ના રોજ સવારે નગર ફરતે શોભાયાત્રા કાઢી જેમાં બહોળી સંખ્યામાં સમાજબંઘુઓએ ભાગ લીઘો હતો, ત્યારબાદ યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વાવ ખાતે પંડયાવાસમાં સ્થિત વાવેચા ૫રીવારોની કુળદેવી ચામુંડા માતાજી તેમજ હનુમાન દાદાનું વર્ષો જુના મંદીરનું પુન: નિર્માણ કરી નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પાવન પ્રસંગે ૫રીવારના સભ્યો તથા વાવ-થરાદ-સુઇગામ ગુરૂબ્રાહમણ સમાજના આશલ પરીવારના વાવ, માડકા, ખીમાણાવાસ, બેણ૫, વાસરડા, ડેંડાવા, સવપુરા, ભાટવર, ભાચલી, જોરડીયાળી, ડોડગામ, વજાપુર, માંડવી, ભુજ(કચ્છ)માં વસવાટ કરતા કુળના ભાઇઓ સહ ૫રીવાર જોડાયા હતા તેમજ સમાજબંઘુઓ, વાસવસ્તીના લોકો, ગ્રામજનો તેમજ અન્ય સમાજના લોકોએ હાજરી આપી આ પ્રસંગને દિપાવ્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: