Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર અપાયું

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થે આવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટીબધ્ધ છે. તાજેતરમાં ગુજરાત સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબાજી મંદિર ખાતે બનાવવામાં આવતા પ્રસાદ અંગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા તપાસણી કરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: