ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરના હાઈવે વિસ્તારોમાં હાલમાં મોટા હેવી વાહનોના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકોના મોત પણ નીકળી ચૂક્યા છે ત્યારે ગતરોજ ડીસાના બનાસ નદી પુલ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે આજે આવો જ એક વધુ અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા ધાનેરા રોડ પર આવેલા ઝેરડા પાસે ટ્રેલરની પાછળ અન્ય ટ્રેઇલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ટ્રેલરમાં બેઠેલ કંડકટર નું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ આ સમગ્ર ઘટનાને લઈ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રેલર કંડકટરની લાશનો કબજો મેળવી ડીસા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ડીસા ધાનેરા હાઈ-વે પર 2 ટ્રેલરો વચ્ચે અકસ્માત, ટ્રેલર ના કંડકટરનું મોત
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#Accident between 2 trailers on Deesa Dhanera Highway#conductor of the trailer killed#ગુજરાત#ટ્રેલર ના કંડકટરનું મોત#ડીસા ધાનેરા હાઈ-વે પર 2 ટ્રેલરો વચ્ચે અકસ્માત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
