Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દિયોદર માં મોંઘવારીના વિરોધમાં AAP દ્રારા સાયકલ રેલી યોજાઇ, કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકારણ ગરમાયુ છે. જોકે બનાસકાંઠા જીલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષના હેઠળ પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લામાં ત્રણ ઝોનમાં મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા નિકાળવામાં આવી હતી. જે બાદમાં વધતી જતી મોંઘવારી મુદ્દે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાત ચીઝ વસ્તુ  જેમ કે, પેટ્રોલ-ડીઝલ તેલ કરિયાણાની  વધતાં કમરતોડ ભાવવધારા ને અંકુશમાં લાવી ઘટાડવામાં આવે એવી માંગ સાથે દિયોદર નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને કારણે આગામી દિવસોએ રાજકારણ ગરમાઇ શકે છે. બનાસકાંઠા જીલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં યુવાનો-વડીલો પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ તરફ હવે પ્રદેશ ઉપાધ્યક્ષની મહેનત પાર્ટીને ફળે છે કે કેમ ? તે તો આગામી સમયમાં જ ખબર પડશે. આજે યોજાયેલ સાયકલ રેલીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મિતેશભાઈ ચૌધરી, તાલુકા ઉપપ્રમુખ અશોકભાઈ પંચાલ, તાલુકા ઉપપ્રમુખ જીવનભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: