Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના જોરાપુરા નજીક બસના ટાયર નીચે માથું ચકદાઈ જતા કાતરવાના યુવકનું મોત

ડીસા તાલુકાના જોરાપુરા નજીક રવિવારે મોડી સાંજે મોટર સાયકલ પર ડીસા તરફ આવી રહેલ કાતરવાના યુવકનું મોટર સાયકલ પરથી પડી જતા પાછળથી આવી રહેલ બસના ટાયર નીચે જગદાઈ જતા કરૂણ મોત નીપજયુ હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.લાખણી તાલુકાના કાતરવા ગામના પ્રવીણ ઈશ્વરભાઈ ખાંભલ્યા (રબારી) રવિવારે સાંજે પોતાના GJ-21-BF-6517 નંબર ના મોટર સાયકલ ઉપર ઠીસા તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન ડીસા-થરાદ હાઇવે પરના જોરાપુરા નજીક આવેલ રાધે શ્યામ કોલ્ડ સ્ટોરેજ સામે અચાનક જ બળદ ગાડું આવતા મોટર સાયકલ ચાલક પ્રવીણ રબારીએ બાઇક ધીમું કરતા મોટર સાયકલ પરથી તેઓ નીચે ફટકાયા હતા. આથી થરાદ તરફથી આવતી બસ ના ટાયર નીચે યુવકનું માથું ચગદાઈ ગયું હતું. આ અંગેની જાણ થતા જ જોરાપુરા ના યુવા સરપંચ પ્રકાશ બાલાજી ઠાકોર સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરતાં તેઓને ઠીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે પ્રવિણ ઇશ્વરભાઇ રબારીને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ થતાં જ યુવકના પરિવારજનો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કાતરવાના રબારી સમાજના આશાસ્પદ યુવકના મોતથી રબારી સમાજ સહિત મિત્ર વર્તુળમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. આ અંગે મૃતક યુવકના નાનાભાઈ રેવાભાઇ ઈશ્વરભાઈ રબારી એ ડીસા તાલુકા પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: