Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવના ઢીમા ખાતે ગેનીબેન ઠાકોર ની આગેવાની હેઠળ કોંગ્રેસ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો …

સરહદી વાવ તાલુકાના વિખ્યાત  યાત્રાધામ ઢીમાં ખાતે કોંગ્રેસ અગ્રણી ગેનીબેન ઠાકોર ની આગેવાની હેઠળ  વાવ તાલુકાનો નવા વર્ષ નિમિતે સ્નેહમિલન અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઉપસ્થિત વાવ,થરાદના ધારાસભ્યો સહિત અગ્રણીઓ એ કાર્યકરોને નવા વર્ષની શુભકામના આપી સાથે કોરોના સામે કાળજી રાખી સાવચેત રહેવા અપીલ કરી હતી. વાવ તાલુકાના વિખ્યાત  યાત્રાધામ ધરણીધર ઢીમાં ખાતે ઠાકોર સમાજની ધર્મશાળા ખાતે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પાર્ટીનો સ્નેહમિલન અને શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઉપસ્થિત પાર્ટીના કાર્યકરો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી,અને દેશ માં વકરતા જતા કોરોના સામે સાવચેત રહેવા માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી,

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સવંત ૨૦૭૭ નું શરુ થતું વર્ષ આપ સૌના માટે ખુબજ લાભદાયી ,ફળદાયી ,યશસ્વી અને નીરોગી નીવડે અને આપ સૌ આપની કુશળતા તેમજ લાભદાયી સિદ્ધી હાશલ કરો અને પડકારો ને હસતા હસતા સામનો કરી સફળતા ના શિખરો શર કરો તેવી શુભ કામનાઓ તેમજ હાર્દિક શુભકામના ઓ તેવી ઈશ્વર અને ઢીમા ધરણીધર ભગવાન ને પ્રાથના કરું છુ ..આ પ્રસંગે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જીલ્લાપંચાયત ઉપ પ્રમુખ ભૂપતજી ઠાકોર,અગ્રણી ડી.ડી.રાજપૂત,પૂર્વ કારોબારી અધ્યક્ષ અમીરામભાઈ આસલ,સુઇગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપૂત, વાવ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ઠાકરસીભાઈ દેસાઈ,ભાભર તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ વશરામજી ઠાકોર ,થરાદ તાલુકા સમિતિ ના પ્રમુખ આંબાભાઈ નાઈ  સહિત અગ્રણીઓ અને વિશાલ સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર ની ગ્રાન્ટ માંથી 5 લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ઠાકોર સમાજની ધર્મશાળાના મકાનનું લોકાર્પણ કરાયું હતું,ધરણીધર ભગવાનના યાત્રાધામ ખાતે ઠાકોર સમાજ માટે સદારામ ધર્મશાળા નું લોકાર્પણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: