Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દાંતીવાડા ડેમમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતા હોય છે. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો ગઇકાલ તા.૧૮ ઓગષ્ટ- ૨૦૨૨ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે બંદોબસ્ત પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે જાણવા મળ્યું કે, દાંતીવાડા ડેમના છેવાડાના ભાગે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલ પાણીમાં કોઇ માણસ ડુબે છે તેવી હકીકત જાણવા મળતા ડેમ ઉપર હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ ધુડસિંહ વાઘેલા તથા બાબરસિંહ જગતસિંહ વાઘેલા બંને રહે. રામનગર તા.દાંતીવાડા તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે લઇ તાત્કાલીક રણાવાસ ગામની સીમમાં ડેમના છેવાડાના ભાગે ગયા તે સમયે અંધારુ થવા આવ્યું હતું તે વખતે એક માણસ પાણીમાં ડુબતો હોઇ બચવા માટે બચાવો....બચાવો....ની બુમો પાડતો હોઇ જેથી તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડુબતા માણસને બહાર કાઢી બચાવી લીધો અને તે માણસનું નામ પુછતા પોતાનુ નામ કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા રહે. ઉપલાખાપા તા. અમીરગઢ વાળો હોવાનુ જણાવ્યું છે અને રણાવાસ ગામના પરાગભાઇ રામાભાઇ મુંજીના ખેતરમાં ભાગેથી ખેતી કરે છે અને પોતાના છાપરા ઉપરનુ પ્લાસ્ટીકનુ મીળીયુ પાણીમાં તણાઇ ગયું હોવાથી તે લેવા માટે પાણીમા ઉતર્યો હતો. તેને દાંતીવાડા પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી તેમના ભાઇ અનાભાઇ સોનાભાઇ ડુંગાઇચા તથા ખેતર માલીક પરાગભાઇ રામાભાઇ મુંજી રહે.રણાવાસ વાળાને બોલાવી તેઓને સુપરત કરી દીધો છે. પાણીમાં ડુબતા માણસને બચાવી દાંતીવાડા પોલીસે એક વ્યક્તિને નવજીવન પ્રદાન કર્યુ છે તેથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गुजरात • सितम्बर 6, 2022

गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।

अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: