Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

અમદાવાદમાં જૂનાં પસ્તી-ભંગારમાંથી બનાવી લાઇબ્રેરી, ગરીબ વિદ્યાર્થીઓ માટે મફતમાં 2 હજાર પુસ્તકો અને કમ્પ્યુટર સહિતની સુવિધા

લાઇબ્રેરીનો લાભ લઈ 50થી વધુ વિદ્યાર્થીઓ થયા ગ્રેજ્યુએટ, સરકારી નોકરીને લગતાં પુસ્તકો પણ ઉપલબ્ધ, રહીશોએ પુસ્તકોની સાથે ઘરનું જૂનું ફર્નિચર પણ દાન કર્યુંજે લોકો ઊંચું શિક્ષણ મેળવીને કંઈક બનવાના સપના જોઇ રહ્યા છે તેમના માટે અમદાવાદના દાણીલીમડામાં શાહીન ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક લાઈબ્રેરીની શરૂઆત કરી છે. આ લાઈબ્રેરી બનાવવા માટે એકપણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. જૂનાં પસ્તી-ભંગારના સામાનમાંથી એની શરૂઆત કરાઈ છે. આજે આ લાઈબ્રેરીમાં 2 હજારથી વધુ પુસ્તકો છે અને 10 કમ્પ્યુટર છે. કોઇપણ વિદ્યાર્થી પોતાની જરૂરિયાત મુજબ પુસ્તકો વાંચવા માટે લઇ જઇ શકે છે અને ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકે છે.

શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો

દાણીલીમડામાં છેલ્લાં 2 વર્ષથી આ લાઈબ્રેરી ચાલી રહી છે. શરૂઆતમાં એનજીઓએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે અલગ-અલગ લોકો પાસેથી જૂનાં પુસ્તકો અને ફર્નિચર માગ્યાં હતાં. લોકોએ પણ પોતાની ઈચ્છા અનુસાર દાન કરતાં શરૂઆતના સમયમાં જ 2 હજારથી વધુ પુસ્તકો મળી ગયાં હતાં, જેનો લાભ આજે અનેક ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો ઉઠાવી રહ્યા છે. લાઈબ્રેરીમાં આર્કિટેક્ચર, ટાટ, સાયન્સ, નીટ, એલએલબી, કોમર્સ સહિત લગભગ તમામ પ્રકારની શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનાં પુસ્તકો મળી રહે છે.

લાઈબ્રેરીમાંથી ભણી અનેક બાળકો ગ્રેજ્યુએટ થયા: ટ્રસ્ટી

લાઈબ્રેરીમાંથી કોઇપણ વિદ્યાર્થી કોઇપણ બુક્સ ફ્રીમાં વાંચી અથવા ઘરે પણ લઈ જઈ શકે છે. અમારા ત્યાં સાયન્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, નીટ, એલએલબી સહિતની બુક્સ મળી રહે છે. અમારે ત્યાંથી બુક્સ વાંચી 50થી વધુ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા તેમજ સરકારી પરીક્ષાની પણ પુસ્તકો દ્વારા બે દીકરી પોલીસની તૈયારી કરી રહી હતી, જે હાલ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, સાથે જ હાલમાં ઘણા લેખકો તેમજ અન્ય લોકો પોતાની બુક્સ અથવા અન્ય શૈક્ષણિક પુસ્તકોનું દાન કરી બાળકોના મદદરૂપ બની રહ્યા છે. હજુ પણ લોકો મને ફોન કરીને પોતે પણ પોતાનાં જૂના પુસ્તકો લાઈબ્રેરીને આપવા ઈચ્છે છે. આ લાઈબ્રેરી થકી ઘણા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવતીઓને ખૂબ જ લાભ થયો છે. હાલમાં કોરોના મહામારીને પગલે અમે વધારે વિદ્યાર્થીઓને ભેગા થવા નથી દેતા, પરંતુ તેમને જોઈતી બુક્સ ઘરે લઈ જવા આપીએ છીએ.

વિદ્યાર્થીઓ માટે ઊભી કરી કમ્પ્યુટર-ઈન્ટરનેટ સેવા

પુસ્તકોની સાથે શાહીન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તેમજ ફ્રી ઈન્ટરનેટની પણ સુવિધા આપવામાં આવી રહી છે. આ કમ્પ્યુટર પણ સંસ્થાને દાનમાં મળ્યાં છે. લોકો કમ્પ્યુટરના જૂના અલગ-અલગ પાર્ટ આપી જાય છે, જેને જોડીને 10 કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યાં છે. આ કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પુસ્તકો તેમજ અન્ય જાણકારી પ્રાપ્ત કરે છે. હાલમાં ચાલી રહેલા ઓનલાઈન એજ્યુકેશનમાં ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ કમ્પ્યુટરનો ઘણો ફાયદો પહોંચ્યો છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: