ભાભર પંથક માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું કામ દિન પરતિદીન લથડતું જઈ રહ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે ભાભર સી.એચ સી પૂરતી દવા નો સ્ટોક ના હોઈ દર્દી ઓ હેરાન થઈ રહ્યાં છે તેમજ ડોકટર પ્રાઇવેટ મેડિકલ સ્ટોર માંથી દવાઓ લખી મોટા કમિશન લેતા હોવા ના પણ આક્ષેપ થઈ રહ્યા છે તેમજ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં 5 ડોકટરો નું મહેકમ હોવા છતાં ડોકટરો રજા પર તથા ડયુટી ના સમય હાજર ના રહેતા હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ગતરોજ રોજ બપોરે 12 વાગ્યા આસપાસ ભાભર તાલુકાના નેસડા ગામ પાસે મારૂતિ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયેલ જેમાં કાર ચાલક વાવ તાલુકાના લાલપુર ગામ ના ભાણજી ભાઈ રામચંદ્ર ભાઈ ઠાકોર નું મૌત થયેલ તેમના સગાઓ દ્વારા લાશ ને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પી.એમ.માટે લાવેલ પરંતુ કલાકો સુધી ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ડોકટર ના આવતા મૃતક ના સગા એ વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોર ને જાણ કરતા ગેની બેન તાત્કાલિક સરકારી દવાખાને આવેલ અને 5 ડોકટર નું મહેકમ હોવા છતાં એક પણ ડોકટર હાજર ન હોવાથી આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોખિક રજૂઆત કરેલ પોતાના વિસ્તાર માં આરોગ્ય વિભાગ ની બેદરકારી આરોગ્ય વિભાગ ને જાણ કરી હતી આ બાબતે અમારા સંવાદદાતા એ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેતા હાજર આરોગ્ય કર્મી એ જણાવ્યું હતું ડોકટર જમવા ગયા છે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો આરોગ્ય વિભાગ ની બેદરકારી નજરે આવી હતી સવાલ એ થાય છે કે સરકાર શ્રી દ્વારા 5 ડોકટર નું મહેકમ ભરવા માં આવેલ છે જેને લઇ ઇમરજન્સી સારવાર મળી રહે તેમજ પૂરતી આરોગ્ય સેવા મળી રહે પરંતુ આ પરિસ્થિતિ માં જો કોઈ ઇમરજન્સી આવે તો શું હાલ થઈ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે…
ભાભર ના નેસડા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલક નું મોત
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
