Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

1981ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટેના પરવાનામાંથી મુક્તિ અપાઈ

રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રીએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની સંકલ્પનાને સાકાર કરવા વર્ષ ૧૯૮૧ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટે પુરવઠા ખાતા પાસેથી લેવામાં આવતા નવા પરવાનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય હયાત પરવાનાની મુદત પુરી થતા ડિલરોએ પરવાનાને રિન્યુ કરાવવાનો રહેશે નહી. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. એલપીજી ડીલર્સને હવે પરવાના રદ્દ થવાનો ડર નહિ રહે, પુરવઠા અધિકારીઓ મનમાની નહિ કરી શકે. કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: