ભાભરના બોરીયા નજીક થી અંદાજે ત્રણ ચાર દિવસ નું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અજાણી વ્યક્તિ આ નાના બાળકને થેલામાં ભરી એક બાંકડા ઉપર મુકી નાશી ગયેલ. બાળકના રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવી ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ના ઈ.એમ.ટી.બળવંતજી ઠાકોર અને પાયલોટ પ્રભાતસિંહ વાધેલા તત્કાલીન ધટના સ્થળે પહોંચેલ. બાંકડા પરનો થેલો ખોલતા અંદરથી બાળક મળી આવેલ જેને તત્કાલીન પ્રાથમિક સારવાર આપી ભાભર સરકાર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ જેને ડોક્ટર તથા સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરવામાં આવેલ.આ ધટના ની જાણ થતાં ભાભર પોલીસ પણ સરકારી હોસ્પિટલ દોડી આવેલ.આમ ભાભર વિસ્તારમાંથી આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં થેલામાં ભરેલ નાનું બાળક મળી આવતા લોકો તેના વાલી પર ફીટકાર વર્ષાવી રહ્યા છે
ભાભરના બોરીયા નજીક થી બાળક મળી આવતા ચકચાર
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#A baby was found near Boria in Bhabhar#a indian name for boy#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
