ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજરોજ ડીસાના ગોગા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ગોગા ડેરી પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ત્રીજા ગાડીના ચાલકે બાઈક સવાર યુવકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતું જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ બ્રિજા ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જે વાત અકસ્માતની જાણ ડીસા તાલુકા પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ડીસા તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈ હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પુરપાટ ઝડપે વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ડીસા તાલુકાના કંસારી ગામ પાસે આવેલ ગોગા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટના,બાઈક સવારનું મોત
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#death of a bike rider#Hit and run incident near Goga Dairy near Kansari village in Deesa taluka#ગુજરાત#ગોગા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટના#ડીસા તાલુકાના કંસારી ગામ પાસે આવેલ ગોગા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટના#બનાસકાંઠા ના સમાચાર#બાઈક સવારનું મોત#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
